આહવા: આંતરરાષ્ટ્રીય હળવા ધાન્ય વર્ષ -2023 (મિલેટ વર્ષ) ની ઉજવણીનાં ભાગરૂપે તા. ૨૩/૦૨/૨૦૨૩ના રોજ ભારતના સૌ પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમા આંતરરાષ્ટ્રીય હળવા ધાન્ય વર્ષ – 2023 (મિલેટ વર્ષ)ની પાંચ દિવસીય ઉજવણી ચાલી રહી છે.

જેંના ભાગરૂપે જિલ્લાના વડામથક આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ખેડૂત શિબિર યોજાઈ હતી. જેમા કૃષિ વિભાગના વિવિધ વિભાગો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કૃષિમા સંશોધિત તેમજ દેશી વેરાયટીના બીજો પંસદ કરવા, રાગી (નાગલી) તેમજ મોરિયો (વરઇ)ના ફાયદા અને એના ઉપયોગો વિશે, અને વિભાગોની ચાલતી યોજનાઓ વિશે માહિતી પૂરી પાડવામા આવી હતી.

કેન્દ્ર સરકારશ્રીની પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતી યોજના (PMFME) ની ઇમ્પ્લીમેન્ટેશન એજન્સી -રાજ્ય કક્ષા શ્રી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પણ, જિલ્લા કક્ષાના મીલેટ ફેસ્ટિવલમા ખેડૂતો, યુવા ઉદ્યમીઓ તેમજ જન જન સુધી યોજનાની માહિતી પહોંચે તેવા હેતુ થી ત્રી દિવસીય કાર્યક્રમમા સહભાગી થયેલ છે. જેમના પ્રતિનિધિ તરીકે ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝ દ્વારા PMFME યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામા આવી હતી. જેના પરિણામ રૂપ અલગ અલગ સખી મંડળ તેમજ FPO અને ઉધ્યમીઓએ યોજનાનો લાભ લેવા પંજીકરણ કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરિયા, પશુપાલન અધિકારીશ્રી, કે.વી.કે વઘઈના સાયન્ટિસ્ટ શ્રેયાન્સ ચૌધરી તેમજ CBBO અને હેન્ડ હોલ્ડિંગ એજન્સી ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝના આસી. પ્રોજેક્ટ ઓફિસર શ્રી ભરતભાઈ સોલંકીની વિશેષ હાજરી રહી હતી. આહવા તાલુકાના 250 થી વધુ ખેડૂતોએ આ શિબિરમા ભાગ લીધો હતો.