સેલવાસ: ગતરોજ દાનહ વિસ્તારમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા બાબાસાહેબ આંબેડકર તથા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ અને ડોક્ટર આંબેડકર ભવન નિર્માણ માટે 27 એપ્રિલ 2022ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કલેક્ટરશ્રીને આપેલા આવેદનપત્રમાં દાનહના નરોલી ચાર રસ્તા, પીપરીયા બ્રિજ પાસે સંવિધાન નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ઉભી મૂર્તિ મુકવા માટેની મંજૂરી, બાબાસાહેબ આંબેડકરના નામથી એક ભવન નિર્માણ કરવા, છત્રપતિ શિવાજી મહારાજની ઉભી પ્રતિમા મૂકવા માટે, દાદરા નગર હવેલીના બધા જ સરકારી કાર્યાલયોમાં તથા શાળાઓમાં ડૉ.આંબેડકરનો ફોટો લગાવવા, કરાડ પોલિટેકનિક કોલેજનું ટૂંકું નામ બદલીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમ પૂરું નામ આપવા, દાદરા નગર હવેલીના ગરીબ અને મજૂરો જે આવાસ વગર રહે છે તેમને રાહત દરે આવાસની માંગ પૂરી કરવા માટે ગત ૨૭ એપ્રિલ 2022 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

જોકે આ માંગને લઈને સરકારી અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બાબતને લઈને ગઈ ત્રીજી ફેબ્રુઆરીના રોજ કલેકટરશ્રીને ફરીથી આવેદનપત્ર આપીને 21 ફેબ્રુઆરી 2003 સુધી આ મામલે તો જ પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું હતું. જો તેમ ન થાય તો 22 ફેબ્રુઆરીના રોજથી કલેકટર ઓફિસ સામે ધારણ પ્રદર્શન અને ભૂખ હડતાળ કરવાની ચીમકી આપી હતી. પરંતુ દાનહ કલેકટર દ્વારા કોઈપણ પ્રકારનું કાર્યવાહી ન કરાતા 22 ફેબ્રુઆરીના રોજ સંવિધાન ગૌરવ સમિતિના મુખ્ય સલાહકાર ભીમરાવ કટકે અને સમાજસેવક, સંવિધાન ગૌરવ સમિતિના પ્રમુખ નરેન્દ્ર ધારગાવે અને બીજા અન્ય મેમ્બરો કલેકટર ઓફિસની સામે ભૂખ હડતાળ પર બેઠા હતા.