ડાંગ: હોળીના તહેવારની મજા માણવા ગતરોજ સુગર ફેકટરીમાં મજૂરી અર્થે ગયેલા શ્રમિકો જયારે પોતાના વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે આહવાના ધવલીદોડ થી ધુડા નજીક તેમની ટ્રક પલટી મારી જતા ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે આહવાના રોજગારી માટે સુગર ફેકટરીમાં મજૂરી માટે ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર આવતો હોવાથી પોતાના વતન GJ-02 T 7293 નંબરની ટ્રકમાં સવાર થઈને આવી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ધવલીદોડ થી ધુડા નજીક રસ્તાની સાઈડમાં ટ્રક પલ્ટી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો જેને લઈને ઘટના સ્થળ પર અફરાતફરી જોવા મળી હતી.

આ અકસ્માતની ઘટનામાં મોટાભાગના શ્રમિકોને નાની-મોટી ઈજા થઇ છે. આ બધાને 108 માં સારવાર માટે આહવા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ આદરી છે.