વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં સ્ટેશન વિસ્તારમાં દુકાનદારો પાસે દક્ષિણ ગુજરાત વીજ વિભાગના કર્મચારીઓ બાકી બીલની ઉઘરાણીના નામે લોકો પર દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે. માંડ હજુ બિલ આવ્યાને ગણતરીના દિવસમાં જ બાકી બીલના નામે વિજ કર્મચારીઓની દાદાગીરીનો ભોગ લોકો બની રહ્યા છે
Decision News ને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ એન્ડીંગનો સમય નજીક આવતાની સાથે જ દક્ષિણ ગુજરાત વીજ-વિભાગના કર્મચારીઓ ગમે તે ભોગે લાઈટ બિલની ઉઘરાણીનો ટાર્ગેટ પૂરો કરવા માટે ફેબ્રુઆરી મહિનાથી જ બાકી લેણદારો પાસે બિલોની વસુલાત કરવામાં નીકળી પડ્યું છે ત્યારે અમુક બાકીદારોના તો કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. ઉનાઈ સ્ટેશન વિસ્તારના એક દુકાનદાર કામ અર્થે બહાર ગયેલ હોવાથી સમય મર્યાદા પહેલા રૂ.2800/નું વિજબીલ નહિ ભરી શકનાર દુકાનદાર ઘરે નહિ હોવાથી વીજ કર્મીને ટેલિફોનિક વાતચીત કરીને બાકી બિલ ભરવા માટે ૧૦ મિનિટનો સમય માંગતા સમય નહિ આપીને દુકાનદારનું જોડાણ દૂર કરી કરી શૂરવીરતા દાખવાનાર વિજકંપનીના અધિકારીઓ મોટા બાકી લેણદારો પાસે બાકી લેણું વસુલ કરવામાં તદ્દન વામણા પુરવાર થતા દંડની રકમ નહિ ભરાવી વીજ કંપનીના અધિકારીઓ પીછે હટની સ્થિતિમાં આવી ઘૂંટણીયે બેસી જતા હોય ત્યારે ગરીબ વિજ ગ્રાહકો સમય મર્યાદામાં વિજ બીલ ભરવાનું રહી જાય તો યુદ્ધના ધોરણે વિજકંપનીના અધિકારીઓ વીજ જોડાણ કાપી નાંખતા પરિવારોને મુશ્કેલીમાં મૂકી દેતા હોવાની ઘટના સામે આવી છે.
વિજ વિભાગની બેધારી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભૂતકાળમાં અનેક લોકો પાસે બાકીના રૂપિયા વસુલાત કરવામાં તેમજ કડક કાર્યવાહી કરવામાં જવાબદાર અધિકારીઓ સદંતર નિષ્ફળ સાબિત થતા ફરજ પ્રત્યે બેદરકારીની પ્રતિતિ જોવા મળી રહી છે ગરીબ જનતા પર વિજબીલ કે દંડની વસુલાત માટે કડકાઈ દેખાડતા વિજકંપની સબ ડિવિઝનના અધિકારીઓ બીજી તરફ ફોલ્ટના સમયે સેન્ટરોમા ઘણી વખત ફોન કોઇ ઉપાડતા નહી અથવા અવિરત એંગેજ જ આવે માટે ફરીયાદ પણ ન નોંધાવી શકાય જો ક્યારેક ફોન લાગી જાય તો યોગ્ય જવાબ પણ દર વખતે મળતો નથી.
ગ્રાહકોની જુદી જુદી સમસ્યા એમને એમ રહે છે અને ફોલ્ટના કામ કરવામા ઢીલાશ વધુ રહે છે ત્યારે લોકો વીજ કચેરીના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. પરંતુ તેમણે દાદ ન આપવામાં આવતી નથી આ ફરિયાદો ગંભીરતાથી લેવી પરંતુ તંત્ર સુધરવાનુ નામ લે તો ને ?

