ઉમરપાડા: ગતરોજ તાલુકાના છેવાડે આવેલ ખૌટારામપુરાની પ્રાથમિક શાળામાં સ્કુલમાં સતત અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે,જેમાં બાળકો શિક્ષણની સાથે ધંધો કંઇ રીતે કરી શકાય અને નફો નુકશાન તમામ બાબતે વિચારતાં થાય એ રીતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે બાળકો પોતાની કંઇ દુકાન લાવીશું તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને પોતે પોતાના ઘરેથી સામગ્રી લાવીને ત્યાં જ જાતે પૌવા, બટાકા ભૂગરા, ભજીયાં, મકાઇ ભેલ, આમલીની શરબત, દાણભાત, શાક, દાણાવાળી ભાત અને તીખુંની ચટણી આકર્ષણ નું કેન્દ્ર બન્યું, લીંબુ સરબત, ઠંડા પીણું વગેરે સ્ટોલ લગાવવામાં આવ્યા. વિધાર્થીઓને જાતે પોતે સ્ટોલનો ધંધો કર્યો હતો. વિધાર્થીઓને જીવનમાં ૨૧ સદીમાં હાલ દરેક રીતે દરેક બાબતમાં જાણકાર હોવું અત્યંત આવશ્યક બની ગયું છે, ત્યારે બાળકો માત્ર ભણવાની બાબત નહીં બ્લકી દરેક બાબતમાં અગ્રેસર રહી હેતુથી કાર્યનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આજુબાજુની સ્કુલના વિદ્યાર્થીઓ મુલાકાત માટેના શાળા શિક્ષકો સાથે મુલાકાત લીધી. જેમાં ગામના સરપંચ શ્રીમતી ચંદનબેન વસાવા ગામનાં અગ્રણી રામસિંગ વસાવા, શાળામાં નિવૃત્ત શિક્ષક નટવરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. કાર્યનુ આયોજન પ્રાથમિક શાળાના આચાર્ય પ્રકાશ ચૌધરી દ્રારા કરવામાં આવ્યું આયોજન પ્લાનિંગ વ્યવસ્થા ભરત પટેલના અધ્યક્ષ સ્થાને રહી સાથે તમામનો સહયોગથી કાર્ય સફળ રહ્યો.