વલસાડ: હાલમાં દક્ષિણ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને નવયુગલો વિવિધતાપૂર્ણ સરપ્રાઈઝ મળી રહ્યા છે ત્યારે એક આદિવાસી યુવા ચૅન્જમેકર કેયુર કોંકણી દ્વારા શેહરી આદિવાસીઓને પોતાની સંસ્કૃતિ તરફ વાળવાનો અનોખો પ્રયાસ કર્યો છે.
વલસાડ શહેર ખાતે યોજાયેલા લગ્નમાં એક ભાઈએ પોતાની બહેનને કન્યાદાનમાં આપ્યું વટવૃક્ષ તેમજ આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા સમ્માનમાં અપાતા પારંપારિક ગમછા અને લગ્નવિશેષક ભારાડીનું હેન્ડમેડ પારંપારિક ચિત્ર સિવાય બાળકો તેમજ યુવા વર્ગમાં વપરાતા વારલી આર્ટના નવયુગલના નામ સાથેના ગોળ બેચો વડના ઝાડની ખાસિયત એ છે કે તે પોતાની વિશાળ શાખાઓની વડવાઈથી પણ નવા વૃક્ષો નું સર્જન કરી શકે છે.
[માંગલિક ચિત્ર #ભરાડી: આદિવાસી સમાજના લગ્નમાં બનાવેલ કુદરતી ચિત્ર, જેની સામે વર-કન્યા બેસીને આશીર્વાદ લે છે. ભરાડી એ આદિવાસીઓની લોકદેવી છે જે ગૃહજીવનમાં પ્રવેશતા વર-કન્યાનાં જીવનની દરેક રીતે જાળવણી કરે છે અને તેનું રક્ષણ કરે છે. લગ્ન પછી, વર અને કન્યાને ભરડીની સામે સુવાડવામાં આવે છે જે સંપૂર્ણપણે કુદરતી છે અને દૈવી સ્વરૂપમાં પર્યાવરણ સાથે સંબંધિત છે.]
કેયુર કોકણી જણાવે છે કે આદિવાસીઓની રીતિ જે પ્રકૃતિ સાથે જોડાયેલી છે એ આ નવયુગલ હેતવી-લક્ષાંક માહલા પોતાની ભાવિ પેઢીમાં સિંચન કરે અને આ વળ ક્રાંતિનો ભાગ બને અને પ્રકૃતિ પ્રત્યેની પોતાની ફરજ અદા કરે એવી આશા છે. સંપૂર્ણ આદિવાસી સમાજ તરફ થી હેતવી લક્ષાંક માહલાને પ્રાકૃતિક શુભેચ્છાઓ પાઠવી છે.