ચીખલી: 16મી ફેબ્રુઆરીએ બપોરે ટાંકલ જવાનું કહી ઘરેથી નીકળેલા ચીખલીના સરૈયા ગામના પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામની આંબાવાડીમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

ચીખલીના સરૈયા ગામના પાંચ દિવસથી ગુમ થયેલ સગીર ટાંકલ જવાનું કહીને નીકળ્યો હતો જે બાદમાં ઘરે પાછો આવ્યો ન હતો અને તે મોબાઈલ ફોન પણ રિસિવ નહિ કરતા આસપાસ તથા સગાસંબંધીને ત્યાં તેની તપાસ કરવામાં આવી હતી અને આ બનાવની જાણ પોલીસને પણ કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધી  પોતાની તપાસ હાથ ધરી હતી.

ત્યારે આ સગીર મંગળવારે બોડવાંક નર્સરી ફળિયામાં સુનિલભાઈની આંબાવાડીમાં આંબાના વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.