વાંસદા: દેશની જેમ ગુજરાતમાં પણ PM મોદીના સ્વપ્ન સમાન ‘સ્વચ્છ ભારત અભિયાન’ કાર્યરત છે ત્યારે વાંસદા તાલુકાના ગાંધી મેદાનની સામે અને સરદાર બાગ પાસેના જાહેર શૌચાલયની હાલત બત્તર સ્થિતિમાં હોવાનું જણાયું છે આ શૌચાલયની જાળવણી નહી કરતા તેની આજુ બાજુ ગંદકી નજરે પડે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નવસારીના વાંસદા શહેરમાં નિર્મળ ગુજરાત અતંર્ગત બનાવાયેલ આ જાહેર શૌચાલયની રખરખાવ ન જળવાતાં અને હાલમાં શૌચાલયની સાફ સફાઈ થવાના કારણે તે ખુબ જ દુર્ગંધ મારી રહ્યું છે. સરદાર બાગના આવતા લોકોના સગવડમાં ઉપયોગમાં આવતા આ શૌચાલય હાલમાં યોગ્ય નિભાવ થવાના કારણે બિસ્માર હાલતમાં જઈ રહ્યું છે
આમ હાલમાં આ શૌચાલયની બત્તર સ્થિતિનો દોષનો ટોપલો એકબીજા પર ન ઢોળતા જવાબદાર વ્યક્તિઓ દ્વારા તેનુ વ્યવસ્થીત સંચાલન કરવામાં આવે કરવામાં આવે તે જરૂરી છે.

