છોટાઉદેપુર: દશરથ માંઝી નામ તો સાંભળ્યું જ હશે.. જેના પર ફિલ્મ પણ બની છે “માંઝી ધ માઉન્ટન મેન” આવો જ એક માઉન્ટન મેન ગુજરાતમાં પણ છે અને તે છે છોટાઉદેપુર જિલ્લાના કડુલીમહુડી ગામના ખુશાલ ભીલ જેમણે પહાડ ચીરી રસ્તો નહિ પણ પહાડ ખોદી કુવો બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે છેલ્લા 3 મહિનાથી ખુશાલ ભીલ પોતાના પત્ની સાથે મળીને એકલા હાથે કારમીઢ પથ્થરો તોડી કૂવો ખોદવાની કામગીરી કરી રહ્યા છે. હાલમાં 30 થી 40 ફૂટ કુવો તેમણે ખોદી નાખ્યો છે. આ કાર્યમાં તેમના ધર્મપત્ની તેમને સાથ આપી રહ્યા છે.

ખુશાલ ભીલ જણાવે છે કે, કુવો ખોદી પાણી નિકળશે તો તેવો પોતાની જમીન પર ખેતી કરી શકશે. અને જો પાણી ન નિકળ્યું તો ચોમાસામાં તળાવ રૂપે કુવો ભરાઈ જશે. જેનો ઉપયોગ પણ ગામ લોકોને પણ કરી શકશે જેવી કુદરતની ઈચ્છા..!