વાંસદા: બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરમાં પ્રથમ ઈનફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી, લાર્જન એન્ડ ટૂબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શાળામાં ડિજિટલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં ધોરણ ૯ થી ૧૨ ના બાળકોએ ભાગ લઇ આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીની માગને ધ્યાનમાં રાખી વિવિધ પ્રોજેક્ટો તૈયાર કર્યા હતા અને આ પ્રોજેકટો દ્વારા તેના જીવનમાં ઉપયોગીતા અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ અવસરે મનપુર, ખડકિયા, વડલી વગેરે પ્રાથમિક શાળાના શિક્ષકોએ હાજરી આપી બાળકોની કામાગીરીને બિરદાવી હતી.
શાળાના આચાર્યશ્રી આર.જે થોરતે તમામ બાળકોને તૈયાર કરાવનાર કમ્પ્યુટર શિક્ષક જીગીષાબેન, પ્રિયંકાબેનને અભિનંદન આપી કાર્યક્રમને સફળ બનાવવા બારીકાઇ પૂર્વક કાળજી રાખી પ્રોજેકટ તૈયાર કરનાર બાળકોને પ્રમાણપત્ર આપી નવાજયા હતા.

