વલસાડ: જીલ્લા પંચાયત નાનાપોંઢાં દ્રારા આમધા ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું હતું જેમાં વલસાડ જિલ્લા પંચાયત કારોબારી સભ્ય ગુલાબભાઈ રાઉત દ્રારા જેનીશ ઇલેવન નામની આમધા ગામની વિજેતા ટીમને ઈનામ આપવામાં આવ્યું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ નાનાપોંઠાં જિલ્લા પંચાયત દ્વારા આંમધા ખાતે આયોજન કરાયુ હતું જેમાં 6 જેટલા સ્પોનસર દ્વારા પોતાની ટીમો રમવા માટે આવ્યા હતા 2 દિવસ ચાલેલા આ ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચ જેનીશ ઇલેવન આમધા તેમજ અક્ષર સ્પોર્ટ્સ નાનાપોંઠાં સામે થઈ હતી આ મેચ જેમાં જેનીશ ઇલેવન આમધા વિજેતા થતા વલસાડ જિલ્લા પંચાયત કારોબારી સભ્ય ગુલાબભાઈ રાઉત ના હસ્તે ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં કરવામાં આવ્યું.
આ ક્રિકેટ ટુર્નામેટમાં ગામનાં આગેવાન આમ આદમી પાર્ટીના નેતા દિવ્યેશભાઈ પટેલ ક્રિકેટ પ્રેમીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

