ગણદેવી: આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, દેવસર મુકામે આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગણદેવી તાલુકા પંચાયત સભ્ય એવાં હર્ષિલભાઈ નાયકના હસ્તે શુભારમ કરવામાં આવી હતી.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આદિવાસી પ્રીમિયર લીગમાં દરેક ખેલાડીઓ ખુબ ખેલદિલી રાખીને સમાજમાં એક એકતા રાખીને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. રવિવારે સાંજે ચેતન પ્લમ્બર ઈલેવન તથા તલોદ કિંગ ઈલેવન આમ બે ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં તલોદ કિંગ ઈલેવન 3 રને વિજય બની હતી. અંતે વિજેતા ટીમને દેવસર ગામના સરપંચ ચેતનાબેન બી. પટેલના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને રુનર્સઅપ ટીમને તલોદ ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ તથા ઉપસરપંચ વિપુલભાઈ પટેલના હાસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો મુકેશભાઈ પટેલ, ભાવિન પટેલ, ગુલાબભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, મનેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, ડો. શશાંક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રીમિયર લીગનું તમામ સંચાલન આદિવાસી યુથ ક્રિકેટ કલબનાં સભ્ય સાગરભાઈ, વિજયભાઈ, કેવલ, અમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

