સુરત: ક્યારેક એવા કિસ્સાઓ સામે આવી જતા હોય છે જયારે લાગે છે કે માનવતા હજુ મારી નથી પરવારી.. સુરતના પાંડેસરામાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મની કોશિશ કરનારાના ચુંગલમાંથી છોડાવી બાળકીની એક યુવાન દ્વારા લાજ બચાવ્યાનો બનાવ સામે આવ્યો છે.
Decision News ને પ્રાપ્ત બનેલી માહિતી અનુસાર પાંડેસરામાં 5 વર્ષીય બાળકી ઘર આંગણામાં રમી રહી હતી ત્યારે એક ઇસમ દ્વારા બાળકીને બિસ્કીટ આપી ઝાંડી ઝાંખરાવાળી જગ્યામાં લઇ જઈ બાળકીના કપડા કાઢી દુષ્કર્મ કરે તે પહેલાં જ સુમસાન જગ્યા પર શૌચાલય કરવા આવેલ એક યુવાનને બાળકીનો રડવાનો અવાજ સંભાળતા તે ઘટના સ્થળ પોહચી ગયો હતો અને બાળકીની લાજ બચાવી લીધી હતી.
આ ઘટનાની ખબર સુરત પોલીસ કમિશનરને મળી અને તેમણે આ યુવાનને સુરત પોલીસ કમિશર કચેરીમાં બોલાવી તેના બાળકીની લાજ બચાવવાના કામને બિરદાવી યુવાનને 5 હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું હતું. આમ એક માસુમ બાળકી મૂરઝાતા અને લાજ પીંખાતા બચી ગઈ હતી.











