વલસાડ: મહાશિવરાત્રીનો માહોલ ઠંડો ન થયો ત્યાં તો વલસાડના ઘડોઈ ગામમાંથી વહેતી ઔરંગા નદી કિનારે ઘાટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી આંબાવાડીમાં સાફ સફાઈ કરવા ગયેલા કામદારોને અજાણ્યા યુવાનની લાશ મળ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને મળેલી માહિતી લાશ જોયાના તાત્કાલિક કામદારોએ માલિકને જાણકારી આપી હતી જેને લઈને આ ખબર માલિકે પોલીસને જણાવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પોહચી યુવાનની લાશનો કબજો લઇ પ્રાથમિક તબક્કાની તપાસ શરુ કરી દીધી છે. સ્થાનિક લોકો દ્વારા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ યુવાન મહાશિવરાત્રીના મેળામાં આવ્યો હોવો જોઈએ.
પોલીસ દ્વારા હાલમાં આસપાસના વિસ્તારોમાં લાશના ફોટોગ્રાફ્સ વાયરલ કર્યા છે જેથી તેના વાલી વારસાની જાણ થઇ શકે. આ યુવાનનું મૃત્યુ કેમ થયું ? આ યુવાન કોણ છે. અહી તે કેમ આવ્યો હતો ? વગેરે સવાલોનું ભેદી રહસ્ય ઉકેલાઈ અને સત્ય લોકો સામે આવે તેના પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે.

            
		








