ગુજરાત: એક તરફ આદિવાસી વિસ્તારોમાં થતાં સરકારી કાર્યક્રમમાં આદિવાસી સમાજના શાન અને સંસ્કૃતિના પર્યાય તરીકે ઓળખાતા શબ્દ ‘જય જોહાર’ શબ્દને અમલીકરણ કરાવવાની માંગ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે ત્યારે દાહોદમાં આવેલી એક કંપનીએ આ શબ્દને નશાયુક્ત પદાર્થ બનાવી ઝેરનો પર્યાય બનાવી દેતા આદિવાસી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ Jay Johar Products Pvt.Ltd 527 દાહોદ, ખરેડી GIDC, દાહોદ ગુજરાત નામની કંપની આ ગુટખા બનાવી રહી છે. ‘કોઈ કંપનીની પ્રોડક્ટ દ્વારા પર ગુટખાનું નામ ‘જય જોહાર’ રાખવું કેટલું ઉચિત છે’ આદિવાસી લોકો દ્વારા પોતાની સંસ્કૃતિના લાજ સમાન આદિવાસીના સન્માનમાં ચાર ચાંદ લગાવનાર શબ્દ ‘જય જોહર’ ને આ રીતે બદનામ કરવું એ સહ્નીય છે ખરું ? ‘જય જોહાર’ ની વધતી જતી લોકપ્રિયતા ના નામથી કોઈ ગુટખા કંપનીના માલિક ના ઉદેશ્ય રૂપિયા કમાવવું છે કે આ શબ્દને દુષિત કરવાની માનસિકતાથી આ નામ રાખવાનું કાવતરું લાગી રહ્યું છે.

દાહોદમાં આવેલ કંપની દ્વારા બનાવાયેલ ગુટખા અને તેમાં પણ તેને આદિવાસીના સન્માનનીય શબ્દ ‘જય જોહાર’ પાન મસાલા નામ આપતા આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે.