ચીખલી: આજકાલમાં યુવતીના લાશ મળ્યાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આજે ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી પ્રિયંકા ઘીરૂભાઈ આહિરનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વંટોળ ઉભો થયો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ મૃતક યુવતી નામ પ્રિયંકા ઘીરૂભાઈ આહિર છે અને તેમણે BSC નો અભ્યાસ કર્યો છે. આવનારી 23 મી ફેબ્રઆરીએ એના લગ્ન થવાના હતા ત્યારે ભેદી સંજોગોમાં આ પ્રકારે તેની લાશ ગામના તળાવમાં મળી આવતા પરિવારમાં ગમગીન વાતાવરણ સર્જાયું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળે પોહચી લાશનો કબજો લઇ તેને PM માટે મોકલી આપ્યો હતો.
હાલમાં પ્રિયંકાની હત્યા કરાઈ છે કે તેણીએ આત્મહત્યા કરી છે તે વિષે કોઈ સત્ય હજુ બહાર આવ્યું નથી. પોલીસને પ્રિયંકાની લાશમાંથી મોબાઈલ મળ્યો છે પણ મોબાઈલને ફોર્મેટ મારેલો હોવાના લીધે હજુ સુધી પોલીસ કોઈ ચોક્કસ તારણ કાઢી શક્યું નથી.

            
		








