સાગબારા: વૈદિકપુર્ણ વારસો ધરાવતી ગુજરાતની ભૂમિ પર ઉજવાતા અનેક પ્રકારના ઉત્સવ ઓની આસ્થાનું પ્રતિક એવા આ મેળામાં મહાશિવરાત્રીએ શિવની નહીં પણ શક્તિની પૂજા કરવામાં આવે છે. આ મેળામાં માતાજી ને પ્રથમ પાક ઉપરાંત પહેલી ધારનો દેશી દારૂ ચઢાવવામાં આવે છે.
કુદરત નયનરમ્ય સ્થળે વસેલા આદિવાસી કુલદેવી યાહામોગીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ પાસે આવેલું છે. અનાદિકાળથી દેવમોગરા ખાતે આદિવાસીઓની કુલદેવી યાહામોગી માતાના મંદિર ખાતે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે,જે પાંચ દિવસ સુધી ચાલે છે. યાહા મોગી માતાના મંદિરના સાનિધ્યમાં યોજાશે. દેવમોગરા માતાજીનો મેળો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.
દેવમોગરા ખાતે યોજાતા આ લોકમેળામાં આદિવાસીઓના સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. મેળામાં રાજવી પરિવારના વંશજ દ્વારા સૌ પ્રથમ પૂજા કરવાની પરંપરા અત્યાર સુધી જળવાયેલી છે.ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લાખો શ્રદ્ધાળુઓ યાહા મોગી માતાજી દર્શનાર્થી આવે છે.
નર્મદા જિલ્લાના સાતપુડાની ગીરી માળામાં આવેલા અને આદિવાસી લોક સંસ્કૃતિના ભવ્ય દર્શન કરાવતા સૌથી ભવ્ય દર્શન કરાવતાં આદિવાસી ઓનો સૌથી મોટા લોક મેળામાં દર્શનાર્થીઓ પગપાળા,બળદગાળા સહિત અન્ય માધ્યમો દ્વારા અહીં પોતાની માનતા પૂરી કરવા આવે છે. પ્રસાદ રૂપે મળેલા ધાન્યને અનાજના કોઠારમાં રાખે છે,જે બારેમાસ ખૂટશે નહીં એવી લોકવાયકાઓ છે.











