પારડી: લગ્નના તોરણ સુકાયા નહીને મરણના મરસીયા ગવાયા.. 17 ફેબ્રુઆરીના રોજ દીકરીના લગ્ન કર્યા અને 18 ફેબ્રીઆરીના રોજ લગ્નમાં આવેલું પાણીના બીલને ભરવા  ભત્રીજાને લઈને નીકળેલા કાકાનું અકસ્માતની સ્થળ પર જ મોત થઇ ગયાની ઘટના ઘટિત થતાં પરિવાર તથા સમગ્ર પંથકમાં શોકમય વાતાવરણ પ્રસરી ગયું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પારડીના ગોયમાં ગામમાં એક દીકરીના લગ્ન 17 ફેબ્રુઆરીના રોજ થયા હતા અને 18 ફેબ્રુઆરીની રાત્રીએ દીકરીના લગ્ન પ્રસંગમાં આવેલું પાણીનું બિલ ભરવા મહેશભાઈ ભત્રીજા ભરતભાઈ સાથે GJ-15-BA-5791 નંબરનું મોપેડ લઈને નીકળ્યા હતા ત્યારે બરઈ ગામ ત્રણ રસ્તા પાસે GJ-26-S-9868 નંબરની KTM બાઈક લઈને પુરપાટ ઝડપે જયેશભાઇ પટેલ આવી રહ્યા હતા ત્યારે KTM અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો કાકા અને ભત્રીજા બંનેનું મૃત્યુ થઇ ગયું હતું

ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો ઘટના સ્થળ પર આવી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પારડી પોલીસે લાશનું PM કરાવી KTM ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના કુલ ચાર વ્યક્તિઓને ઈજા થવા પામી હતી જેમાંથી બે વ્યક્તિઓનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.