નસવાડી: આજરોજ નસવાડીના ખોડીયા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પાસે લક્ઝરિયસ કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર દંપતી ગંભીર રીતે ગવાયા હતા જેને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ નસવાડીના ખોડીયા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પાસે લક્ઝરિયસ કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં મધ્યપ્રદેશ પાસીંગની કારે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક પર સવાર દંપતી ગંભીર રીતે ગવાયા હતા જેને લઈને સ્થાનિક લોકો દ્વારા 108 ને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
બાઈક ચાલક દંપત્તિની બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેમાં ટૂંકી સારવાર બાદ રાજેશભાઈ ભીલને બોડેલી ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. આ સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.











