વલસાડ: છેલ્લા 24 વર્ષોથી વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામે ડાંગ, કપરાડા, ધરમપુર સહિતના આંતરિયાળ આદિવાસી વિસ્તારોના બાળકો માટે છાંયડો ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ છાત્રાલય બનાવી સેવા કરતા વલસાડ મોગરાવાડી ખાતે રહેતા શિક્ષક અજીતભાઈ પટેલના કન્યા છાત્રાલયમાં 60 જેટલાં બાળકોને આવનાર બોર્ડની પરીક્ષા માટે માર્ગદર્શન અને આત્મવિશ્વાસ વધારવા શિબિર યોજવામાં આવી.
નોંધપાત્ર બાબત એ હતી કે તમામનું સ્વાગત ભૂતકાળ આદિવાસીઓની જીવનદોરી રહી ચૂકેલા મહુડાના ફૂલો આપીશ કરવામાં આવ્યું. સંચાલક અજીતભાઈએ થોડું દુઃખ પણ અભિવ્યક્ત કર્યું કે સમાજમાં અઢળક લોકો પૈસાદાર હોવા છતાં, છાત્રાલયના દાનવીરોમાં આપણા સમાજના લગભગ નહિવત છે, મોટાભાગના અન્ય સમાજઓના વ્યક્તિઓ જ છે. બાળકોને માર્ગદર્શન અને કારકિર્દી સંબધિત શિબિર હોવાને લીધે તબિયત નાદુરસ્ત અને હોસ્પિટલમાં દાખલ હોવા છતાં શિક્ષણપ્રેમી પ્રોફેસર નિરલ પટેલ પણ હાથમા સોય સાથે આવીને બાળકોમાં આત્મવિશ્વાસ અને કેળવણીનું સિંચન કર્યું હતું. તેમજ દલપતભાઈ, કીર્તિભાઇ, મિન્ટેશભાઈ, કાર્તિક, ભાવેશ, ભાવિન સહિતનાઓએ પણ પોતાની પ્રેરક હાજરી અને વાતોથી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો અને અમારી ટીમે ચોકલેટ, બોલપેન આપી બાળકોના ઉમદા ભવિષ્યની કામના કરી હતી.
ડો. નિરવ પટેલે જણાવ્યું કે બોર્ડની પરીક્ષાના કોઈપણ વિદ્યાર્થીઓને હતાશા કે તણાવ આવે તો તમે અમારા પ્રવક્તાઓ કીર્તિભાઇ 9099964517, દલપતભાઈ 9909542850 ને અથવા અમારી હોસ્પિટલના 9099716277 પર ફોન કરીને ગમે ત્યારે તમારી તકલીફો રજૂ કરી શકો છો, અમે તમને સાંભળીશું અને તમારી હતાશા, તણાવ દૂર કરવાના પૂરતા પ્રયત્નો કરીશું. તેમજ એનાથી વિશેષ જો બોર્ડના કોઈ વિદ્યાર્થીને તકલીફ વધારે જણાય તો અમારી હોસ્પિટલમાં તપાસ ફી લીધા વગર સારવાર કરી આપીશું.

