વાંસદા: પોલીસનું કર્તવ્ય સાથે સમાજના યુવા ઘડતર માટે હરહંમેશ તત્પર રહેતા PI કિરણ પાડવી દ્વારા આજરોજ વાંસદા ખાતે યુવા ઉપનીષદ એકેડેમી માં GPSC તલાટી જુનિયર ક્લાર્ક PSI વગેરે પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

PI કિરણ પાડવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હતાશ કે નિરાશ થયા વગર તૈયારી કરવી જોઈએ ગામડાનો માણસ પણ સફળ થઈને આગળ વધી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આદિવાસી સમાજના યુવાઓ પોતાના કરિયર પ્રત્યે સભાન થાય અને પોતાના તથા માં બાપના સપના સાકાર કરે તો એ હું ઈચ્છું છું અને એના માટે હું મારા સર્વીશનો સમય બચાવીને આ પ્રકારના કામોમાં સમય આપું છું

વાંસદા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં PI કિરણ પાડવી, વિપુલ દેશમુખ સંચાલક વિમલભાઈ તથા અન્ય લેકચરરો પણ હાજર રહ્યા હતા.