સુરત: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની ઘટનાઓ અવાર-નવાર સાંભળવા મળે છે. પરંતુ હવે તો જેને કોઈ સેક્સની સરખી સમજ નથી એવા નાના છોકરાઓ પણ દુષ્કર્મ કરતા થઈ ગયા છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે માત્ર સુરતમાં 17 વર્ષના છોકરડાએ 12 વર્ષની કિશોરી પર અલગ-અલગ જગ્યાએ ત્રણવાર દુષ્કર્મ આચર્યું હતું હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. ફરિયાદ અનુસાર કિશોરી સાથે ચાર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ કર્યા ના કારણે હાલમાં આ કિશોરીને ચાર માસનો ગર્ભ પણ રહી ગયો છે.

આ ઘટના મુદ્દે પરિવારને જાણ થતા જ પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ નાના અને અણસમજુ નવીપેઢી ગઈ દિશા તરફ જી રહી છે એ કહેવું મુશ્કેલ છે. શું સમાજની સભ્યતાનું ચિત્ર બદલાઈ રહ્યું છે. સમાજના ચિંતકોએ આ વિષયને લઈને વિચારણા કરવી જરૂરી બની છે.