ધરમપુર: આજરોજ ધરમપુરના આસુરા ખાતે ચાલતી શ્રી મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ આદિવાસી વિધાર્થીઓની સ્કોલરશીપની રકમ અને છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ કબ્જામાં લઈ શિક્ષણથી વંચિત રાખ્યાના મુદ્દે PSI સાથે વાત કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા બેઠક કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ 2017 માં ધરમપુર તાલુકાના આસુરા ગામે બે રૂમો ભાડે રાખી શ્રી મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટના નામે કોલેજ શરૂ કરી હતી અને સેંકડો વિધાર્થીઓને એડમિશન આપ્યા હતા. સંચાલકો દ્વારા સરકારી ગ્રાન્ટ હેઠળ કોર્સ કરવાનું કહી એડમિશન ની ફ્રી પેટે રૂપિયા 2000 અને સ્કોલરશીપ નાણા અને વિદ્યાર્થીઓ ના ઓરીજીનલ ડોક્યુમેન્ટ પોતાની પાસે લઈ લીધા હતા.વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર શ્રી મહાત્માગાંધી ઇન્સ્ટિટ્યૂટ ના સંચાલકો ની તાત્કાલિક ધરપકડ કરી અને વિદ્યાર્થીઓ ના ઓરીજનલ ડોક્યુમેન્ટ સંચાલકો પાસેથી લઈ વિદ્યાર્થીઓ ને આપી દેવડાવવામાં આવે નહિ તો વિદ્યાર્થીઓ ના ભવિષ્યના હિત ને ધ્યાને લઈ આગામી દિવસો માં પોલીસ સ્ટેશન ની સામે ઘરણાં પર બેસી જઈશ ની વાત કરવામાં આવી.