ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામના SMT R.I.J.M PATEL VIDYAMANDIR માં ધોરણ 7 ભણતાં દર્શન કુમારએ QUALIFY EXAM KYU KARATE YELLOW BELT થઇ પટેલ પરિવાર, ગામ અને સ્કુલનું ગૌરવ વધાર્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ગુજરાતમાં બાળકોને નાનપણમાં જ માતા-પિતા દ્વારા બહેતર સ્વાસ્થ્ય માટે કરાટેની તાલીમ આપવતા હોય છે ત્યારે કરાટેમાં દર્શન કુમારે YELLOW BELT મેળવીને પોતાની આગવી પ્રતિભા બતાવી છે. અને અન્ય બાળકોને પ્રોત્સાહિત કર્યા છે.
દર્શન કુમારના પિતા મનહરભાઈ પટેલ Decision News સાથે વાત કરતા જણાવે છે કે બાળકોના જીવનમાં શિસ્ત હોવું જરૂરી હોય છે અને શિસ્તતા લાવવા પાછળ માર્શલ આર્ટ્ સની વિવિધ કસરતો મદદરૂપ થાય છે. ત્યારે આજે મારા પુત્રની પ્રતિભાથી અમે સૌ ખુશ છીએ આવનારા સમયમાં કરાટે ચેમ્પિયનશીપમાં એ ખુબ આગળ વધે એવો પ્રયાસ કરીશું અને પુત્રને પ્રોત્સાહન પણ આપીશું.

