સુરત: અંકલેશ્વરથી સુરતના પાલ વિસ્તારમાં લગ્નમાં આવેલા વ્યક્તિ દ્વારા લગ્ન સ્થળ પાસે બાજુમા ગાડી પાર્ક કરી હતી. જેમાં અચાનક કારમાં એક સાઇરન વાગવાનું શરૂ થયું અને સાયરન બંધ કરવાના સમયે જ ધડાકાભેર આગથી આખી કાર સળગવા લાગી હતી. આ આગને ફાયર વિભાગે કાબુમાં લીધી હતી.
મીડિયા રીપોર્ટ અનુસાર મળેલી વિગતો મુજબ આ આગની ઘટના ગતરોજ પાલ વિસ્તારના સોમેશ્વર ફાર્મમાં યોજાયેલા લગનમાં અંકલેશ્વરથી પોતાના સંબંધી ત્યાં હાજરી આપવા આવેલા ગુંજનભાઈ ગાંધીની કારમાં આગ લાગી હતી
દિવ્યભાસ્કરમાં છપાયેલા અહેવાલ અનુસાર ગુંજનભાઈ ગાંધીએ જણાવ્યું કે હું મારા પરિવાર સાથે અંકલેશ્વરથી સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. હું અને મારી બે દીકરીઓ એમ કુલ ચાર વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. રાતે 11:00 વાગ્યા બાદ અમે અંકલેશ્વર પરત ફરવા માટે નીકળી જ રહ્યા હતા અને તે દરમિયાન જ એકાએક ગાડીનું સાયરન વાગવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં સાયરનને રિમોટથી બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બંધ થયું ન હતું. ત્યારબાદ મેન્યુઅલી ગાડી ખોલીને બંધ કરવાનો પ્રયાસ કરતો હતો અને એકાએક અંદરથી ધડાકાભેર અવાજ આવતા હું ડરીને પાછળ ખસી ગયો અને આગ શરૂ થઈ ગઈ હતી. ફાયર વિભાગ આવે તે પહેલા આખે આખી ગાડી બળીને ખાક થઈ ગઈ હતી.