ડેડિયાપાડા: બ્રાહ્મણો અને તેના પ્રભાવમાં આવેલા સંગઠનો દ્વારા અનામતનો વિરોધ થતા ડેડીયાપાડાની પ્રજાએ જનરલ ઠરાવ કરી ગ્રામ પંચાયતને મોકલી આપી કોઈપણ ધાર્મિક કાર્યમા બ્રાહ્મણને નહીં બોલાવવાનો તેમજ આદીવાસીઓની પારંપરીક વિધિ- વિધાન થી જ કાર્ય કરવાનો ઠરાવ કર્યો છે. તેની પત્રિકા છપાવીને વહેંચતા ભારે ચર્ચા જાગી છે.
પડકાર ન્યુઝના અહેવાલ મુજબ ડેડીયાપાડા તાલુકાના જાગૃત આદિવાસી યુવકો દ્વારા અનામતનો વિરાધ કરનાર બ્રાહ્મણવાદી તત્વો દ્વારા બંધારણની અવગણના બદલ બ્રાહ્મણોનો જ ત્યાગ કરી નાખ્યો. આદિવાસી સમાજની પોતાની પરંપરા અને ધાર્મિક વિધિ છે જેમા બ્રાહ્મણોને બોલાવવામાં આવતા નથી તે વિધિ દ્વારા જ બધા કાર્યક્રમો ઉત્સવો કરવાનો સંકલ્પ કરતી પત્રીકા ડેડીયાપાડામાં કરતા બ્રાહ્મણોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જે પત્રિકાના ભારે પ્રત્યાધાત પડ્યા છે. જેના પગલે ડેડીયાપાડા સિવાયના તાલુકામા તેમજ આજુબાજુના બધા જ તાલુકામાં આવી પત્રિકાના દોર શરુ થઈ ગયો છે. આદિવાસીઓ હિન્દુ નથી, તેમનો પોતાનો ધર્મ છે, જેઓ પોતાના પુર્વના રીવાજ મુજબ બધા જ ધાર્મિક ઉત્સવો મનાવે છે. જેમા આર્ય બ્રાહ્મણોને ક્યાંય સ્થાન નથી.
વાસણાના સરપંચે જણાવ્યુ કે બ્રાહ્મણવાદી સંગઠનો દ્વારા એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. ના બંધારણીય અધિકારોનો ખુલ્લે આમ ભંગ તેમજ તેની વિરુદ્ધના આદોલનો એસ.સી., એસ.ટી.. એ.બી.સી. સમાજમા ભારે અસર ઉભી થઈ છે. હવે પછાત વર્ગ એવા ૭૫% જન સમાજ બ્રાહ્મણોના બેધારી નિતિને સમજવા લાગ્યા છે. આગામી સમયમા બાહ્મણો દ્વારા સંચાલીત લગભગ તમામ સંસ્થાઓ અને સંગઠનો ઉપર તેની અસર જોવા મળશે.

