ચીખલી: એક દિવસ પહેલાં જ સાદકપોર ગામના પોણીયા ફળિયામાં રહેતી આશાબેન અશોકભાઈ હળપતિ નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગામના જ ડાહ્યાભાઈના ખેતરમાં આંબાના ઝાડ ઉપર ફાંસો ખાઇ લીધાની ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આશાબેન સોમવારની રાત્રે 8.30 વાગ્યાના અરસામા ઘરેથી ગુમ કહ્યા વગર જ કશેક નીકળી ગયા હતા ત્યાર બાદ પરિવારજનોએ તેની આસપાસમાં તપાસ અને ફોન કરી ભાળ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પણ તેના કોઈ ખબર અંતર મળ્યા ન હતા.
આશાબેન અવારનવાર અજયભાઈ નામના વ્યક્તિ સાથે કરતાં હોય છે જેને લઈને પરિવારજનો તેનો સંપર્ક કર્યો હતો તો તેમણે જણાવ્યું કે આશાબેન તલાવચોરા ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા છે.અને તે ફોન ચાર્જમાં મૂકી લગ્નમાં જમવા જવાનું કહી ગયા છે. ત્યાર બાદ ફરી અજયભાઈ પર ફોન કરતાં રડતાં રડતાં તેણે ખબર આપ્યા કે ઘરની પાછળ આવેલા ખેતરમાં આંબાની ઝાડની ડાળી પર મરૂન રંગનો દુપટ્ટો લટકતો જોવા મળ્યો હતો જોયું તો તે આશાબેન હતા.
આશાબેનને ઝાડ નીચે જમીન પર ઉતારી બેભાન હાલતમાં 108 દ્વારા રેફરલમાં ખસેડાયા હતા પણ ત્યાં ના તબીબે મૃત જાહેર દીધા હતા.