ઉમરપાડા: પતિ બન્યો હેવાન.. ગતરોજ ઉમરપાડા પીનપુર ગામમાં એક પતિએ પત્નીના આડા સંબંધ હોવાના વહેમમાં દોરી વડે ફાંસી આપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પીનપુર ગામના મહેશ વાડીલાલ વસાવાના લગ્ન માંડવી તાલુકાના નાનીચેર ગામના ગામની મનિષાબેનના ભીખુભાઈ ચૌધરી સાથે થયા હતા પણ છેલ્લા ઘણાં સમયથી પત્નીના અન્ય વ્યક્તિ સાથેના આડાં સંબંધને લઈને વારંવાર ઝઘડા થતા હતા ત્યારે ગતરોજ પત્ની સાથે જમવાનું બનાવવાને લઈને ઝઘડો થયો ત્યાર પછી આડા સબંધની યાદ કરી ઘરમાંથી જ દોરી લાવી મનીષાને ગળે ટૂંપો આપી ઘરમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ ઘટનાને લઈને હાલમાં મૃતક મહિલાના માતા લલીતાબેન ભીખુભાઈ ચૌધરીએ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં મહેશ વાડીલાલ વસાવા વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. પોલીસે આ મામલામાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.