ચીખલી: આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના આઝાદી કા અમૃત મહોત્સવ ઝુંબેશના ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેસ થીમ અંતર્ગત ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં એક સાયક્લોથોન/ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીને લીલી ઝંડી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ વલ્લભભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ વિડીયો..
આ માંડવખડકમાં યોજાયેલી સાયકલ રેલી ગ્રામ પંચાયતથી નિકળી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પોહચી હતી. આ રેલીમાં બાળકો, યુવક- યુવતી ગામના અગ્રણીઓ સરપંચશ્રી પ્રા. આ. કે ના મેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સ અને અન્ય હોસ્પીટલના વહીવટી અધિકારીઓ જોડાયા હતા. આ સાયકલ રેલીમાં સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નક્કી કરેલા સ્થળ પર પહેલાં પોહચનારને પ્રથમ- 251 રૂ દ્વિતીય- 151 રૂ અને ત્રીતીય- 101 રૂ એમ ઇનામ આપવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક શાળાના બાળકોએ બાજી મારી હતી. અંતમાં આ સાયકલ રેલી અને જીવનમાં સ્વાસ્થ્યના મુદ્દે પ્રા. આ. કે ના મેડીકલ ઓફિસર ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા હાજર રહેલા લોકોને સંબોધ્યા હતા.