ડેડિયાપાડા: ગતરોજ NSS વાર્ષિક શિબિરના સાતમા અને સમાપન દિવસના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના NSSના સ્વયંસેવકો સવારના પ્રારંભ પ્રભાત ફેરી અને પ્રાર્થના કર્યા બાદ મોગરામાઇ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ સાથે રમતગમતનું આયોજન કર્યું હતું

બાદમાં વાર્ષિક શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ બોડદા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ પણ હેઠળ યોજાયો હતો. અતિથિ વિશેષ મોગરામાઇ આશ્રમશાળાના પ્રિન્સિપાલ વસાવા રણજીતભાઈ, દેવમોગરા ટ્રસ્ટના ઉપપ્રમુખ નાનજીભાઈ વસાવા હાજર રહી NSSના પ્રેરિત ઉદબોધન કર્યા હતા.

સરપંચ દ્વારા NSSના પ્રવૃત્તિઓથી ખુશ થઈને એમના દ્વારા પ્રમાણપત્ર અને બંધ કવરમાં 5000 રાશી ઇનામ સ્વરૂપે ભેટ આપી હતી. સાથે NSS ની કામગીરીને બીરદાવી હતી.