વાપી: વલસાડ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં ક્રિકેટમય વાતાવરણ જામ્યું છે ત્યારે ગતરોજ વાપી બલીથા ખાતે આદિવાસી ધોડિયા સમાજ દ્વારા યુવાનોની એકતા જળવાઈ રહે તેને લઈને ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામા આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ સમાજના વડીલો દ્વારા યુવાનો આ રમત દ્વારા ભેગા થાય અને સમાજની એકતા અને સંસ્કૃતી બોલીઓ જળવાય રહે અને આપણા સમાજના નાના મોટા પ્રશ્નોમા સહભાગી બને અને સારા ખેલાડીઓ છે તેમને આગળ રાજ્ય લેવલે તેમજ દેશ લેવલે પણ રમવા માટે પ્રેરિત થાય એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામા આવ્યું હતું.

આ ટુર્નામેન્ટ 28 જેટલી ટીમો અને અંદાજીત 350 સમાજના યુવાનોએ ભાગ લીધો હતો જેમા ચણવઈ વાડી ફળિયાની ટીમ રનર્સઅપ થઈ હતી અને વાપી બોઈસરની ટીમએ જીત મેળવી હતી જેમા જય આદિવાસી જય જોહાર સાથે સમાપન કરી યુવનોને એક કરવાનો પ્રયત્નો કરવામા આવ્યો હતો.