વાપી: આજરોજ બલીઠા ગામના વિસ્તારની ખુલ્લી જગ્યામાં કાળજા વગરની જનેતાએ કુમળાં બાળકના મૃત દેહનો છુપી રીતે રાત્રિના સમયે ફેંકી દીધાં હોવાની ઘટના પ્રકાશમાં આવતાં જ સમગ્ર પંથકના લોકોમાં ચકચાર મચી જવામાં પામી છે.

ફેકેલાં બાળકના મૃતદેહ પર લોકોની નજર જતાં તેમણે ગામના સરપંચ, ગામના આગેવાનો અને પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃત બાળકની લાશનો કબજો લઈને કઠણ હૃદયની માતા વિરુદ્ધ  ગુનો નોંધી પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે વાપીના બલીઠા ગામના દાંડીવાડના ઉપ-સરપંચ રાકેશ પટેલ ગુરૂવાર ના રોજ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર હતી જેને લઈને સાંજે પંચાયત સભ્ય સંદીપભાઇ સાથે ગ્રાઉન્ડ પર મુલાકાત માટે ગયા હતા ત્યારે બલીઠા કોળીવાડ ભરત રમણભાઇ પટેલે ફોન આવ્યો અને તેણે કહ્યું કે તેના રૂમની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે તેમાં એક નવજાત જન્મેલ બાળક મૃત પડેલો છે. આ માહિતી મળતાં જ તે સ્થળ પર જઈ રાકેશ ભાઈએ જોયું તો નવજાત જન્મેલું બાળક મૃત હાલતમાં પડેલ હતું. આ ઘટના બાદ તેના માતા -પિતા અંગે તપાસ કરી પણ ગામમાં કોઈ પત્તો લાગ્યો નહ હતો.
​​​​​​​