Current affairs:  લગ્ન-સમારોહમાં ભોજનની પ્લેટ ન આપતા કેયર ટેકર સ્ટાફની હત્યા કરાઈ હોવાનું પોલીસને જાણ થતાજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં ભોજનની પ્લેટ ન આપવા પર હત્યાની ઘટના સામે આવી છે

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે પોલીસને માહિતી મળતા જ મૃતકની ઓળખ સંદીપ ઠાકુર છે. જે કેટરિંગનું કેયર ટેકર હતો આ ઘટના પ્રશાંત વિહાર વિસ્તારના જાપાની પાર્કની પાસે એક લગ્ન સમારોહમાં બની હતી. રાતના સમયે DJ વાળા ભોજન માટે સંદીપ પાસે ભોજન માટે પ્લેટ માંગી રહ્યાં હતાં પરંતુ સંદીપે પ્લેટ થોડા સમય બાદ આપવા માટે જણાવ્યું હતું આ વાત પર DJ અને કેટરિંગ સ્ટાફમાં વિવાદ થયો અને DJ વાળા આરોપીઓએ સંદીપના માથા પર પ્લાસ્ટિકની કેરેટ મારી દીધી જેથી તેનું મૃત્યુ થયું.

પોલીસે બે આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. મૃતક સંદીપ કિરાડી ક્ષેત્રનો રહેવાસી હતો તેમ જાણવા મળ્યું છે. સંદીપ ઠાકુરના પરિવારમાં પાંચ બાળકો છે. હવે તેમનું શું થશે એ એક મોટો પ્રશ્ન છે.