મોટાપોંઢા: શ્રી મુમ્બાદેવી આટર્સ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કોલેજ મોટાપોંઢાના વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ જાગૃતિ અભિયાન’ અંતર્ગત લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને દક્ષિણ ગુજરાતમાં યુવા ગાંધીયન તરીકે ઓળખાતા શ્રી નીલમભાઈ પટેલ દ્વારા વકતવ્ય આપવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખશ્રી કેતનભાઈ પટેલ, ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. એસ. યુ. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો. ‘જળ, જમીન અને જંગલ ‘ ને ધ્યાનમાં લઇ વિવિધ ઉદાહરણો થકી અને છેલ્લા દશકા દરમિયાન તેમણે કરેલા જંગલ સંવર્ધનના કામોના અનુભવો થકી યુવાપેઢીને નીલમભાઈ પટેલે દ્વારા પ્રેરક વકતવ્ય આપી વર્તમાન સમયમાં પર્યાવરણની સ્થિતિ અને એના બહેતરી માટે કામ કરવા શું કરવું જોઈએ તે વિષે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.

ચર્ચાસભાના અધ્યક્ષશ્રી ડૉ. આશા ગોહિલ તથા પ્રા. વી. એન. દેસાઈ આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ડૉ. આશા ગોહિલે કર્યું હતું. પ્રારંભે આવકાર પ્રવચન દ્વારા ઈન્ચાર્જ પ્રિ. ડૉ. એસ. યુ. પટેલે શ્રી નીલમભાઈને આવકાર્યા. કોલેજ પરિવાર માંથી પ્રા. આર. એલ. પટેલ, પ્રા. એ. જે. ઠાકોર, પ્રા. ડૉ. એસ. એન. પટેલ ઊપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં વિદ્યાર્થીઓ તથા શ્રી રાજુભાઇ સોલંકી તથા નર્મદાબેન પટેલની મદદ મળી હતી.