વલસાડ: બે દિવસ પહેલાં વલસાડ પારડી વોર્ડ નંબર 5 રામલાલા હોલમાં મોબાઈલનું ટાવરનું બાંધકામ ચાલુ હોય જેને લઇને સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું પણ મોબાઈલ ટાવરનું કામકાજ બંધ ન થતાં આજરોજ સ્થાનિકોએ મહિલાઓ સાથે મંદિરમાં જઈને મોબાઈલનું ટાવરનું બાંધકામ બંધ કરાવી દીધાની ઘટના બહાર આવી છે.
જુઓ વિડિઓ..
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ પારડી રામલાલા મંદિરની બાજુમાં આવેલ વૈધ ઘેલાભાઇ નાગરજી સાંસ્કૃતિક લગ્નનો હોલની બાજુમાં નાની ખુલ્લી જગ્યા માં મોબાઇલ 46,5G ટાવર ઉભો કરવાની કામગીરી ચાલુ કરાવેલ છે આ ટાવર જે જગ્યાએ ઉભો કરવામાં આવે છે તેની બાજુમાં જ ગુજરાતી પ્રાથમિક શાળા આવેલ છે જેમાં ૧થી ૮ ધોરણના નાના આદીવાસીઓના લગભગ ૪૦૦ થી ૫૦૦ જેટલા છોકરા-છોકરીઓ અભ્યાસ કરે છે આ છોકરા-છોકરીઓ આ ટાવરના રેડીયેશનથી તેઓનું ભવિષ્ય જોખમમાં છે તેમજ આ છોકરાઓ ગંભીર બીમારીનો ભોગ બની શકે છે સ્થાનિકોએ ભેગા મળીને ટાવરનું બાંધકામ બંધ કરવા માટે જિલ્લા કલેકટર તથા નગરપાલિકાને રજૂઆત કરી હતી પણ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા મોબાઈલ ટાવરનું બાંધકામ ચાલુ રાખેલ હોય જેને લઇને આજરોજ સ્થાનિકોએ મહિલાઓ સાથે હોલમાં જઈને મોબાઈલ ટાવરનું બાંધકામ બંધ કરાવી દીધું હતું
આ ઉપરાંત લોકોનું કહેવું છે કે આવનારા દિવસોમાં મોબાઈલ ટાવરનું બાંધકામ ચાલુ થશે તો સ્થાનિકો જનો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી બહેરા તંત્રને આપી છે. હવે જોવું રહ્યું કે આ મામલામાં તંત્ર તરફથી લોક હિત અને લોક માંગણી ને ધ્યાનમાં લેવામાં આવશે કે પછી તંત્ર દબાણ લાવી ફરીથી કામ ચાલુ કરાવશે.