રાષ્ટ્રીય: સંસદમાં ખુબ જ ચર્ચાસ્પદ બનેલો અદાણી અને હિડનબર્ગ વિવાદ હવે સુપ્રીમમાં પહોંચી ગયો છે અને હિડનબર્ગના રિપોર્ટ પર સુપ્રીમમાં મોનેટરીંગ સાથેની તપાસ અને સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદ હેઠળ તપાસ સમિતિ બનાવવા કેન્દ્રને આદેશ આપવાની માંગણી પર થયેલી રીટમાં સુનાવણી થશે.
મીડિયા રીપોર્ટ અનુસાર વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમમાં આ પીટીશન દાખલ કરીને તેને મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ સમક્ષ તાકીદની સુનાવણીની માંગ કરી હતી. સુપ્રીમકોર્ટની ખંડપીઠમાં જસ્ટીસ પી.એમ.નરસિમ્હા, જસ્ટીસ જે.પી.પારડીવાલા પણ આ ખંડપીઠમાં જોડાયા છે. હવે આ મામલામાં સુનાવણી થશે.
ગત અઠવાડિયામાં સુપ્રીમકોર્ટમાં એક ધારાશાસ્ત્રીએ અમેરિકી શોર્ટ સેલર કંપ્ની હિડનબર્ગના રિપોર્ટ અંગે કરેલી અરજીમાં ભારતના શેરબજારમાં રોકાણકારોના નાણાં ડુબાડવાનો ખેલ નંખાયો હોવાનું જણાવીને અરજી કરી હતી. તેઓએ પણ અલગથી વિચારણા કરવા માંગણી કરી છે. પરંતુ અદાણી ગ્રુપે આ અંગેના તમામ આક્ષેપો નકાર્યા કાઢ્યા છે.