સુરત: ગતરોજ અજીબોગરીબ કહી શકાય તેમ ત્રણ માસના નાના કુમળાં બાળકને ફેંકી દેવાની ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયાનું સામે આવ્યું છે ત્યારે સવાલ એ થાય કે એક માતા- પિતા માટે મજબૂરી હોય કે નિર્દયતા.. શું કહેવું એ લોક નક્કી કરી શકે છે.
મીડિયા રીપોર્ટ અનુસાર બે દિવસ પહેલા મળસ્કે સાડા ચાર વાગ્યાના અરસામાં સુરતના ગોડાદરા રોડ સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે ગળામાં નાળ લપેટાયેલી અવસ્થામાં ભૃણ રસ્તા પરથી મળી આવ્યું હતું. રસ્તા પર લાવારીસ ભૃણ મળી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભૃણનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યું હતું અને રસ્તા પર ત્રણ માસના ભૃણને ફેંકીને ફરાર થયેલા દંપતીને શોધવા માટે પોલીસે તે વિસ્તારના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં પોલીસને CCTV બાળકને ત્યજી ફરાર થઈ જતા દંપતી સીસીટીવીમાં દેખાઈ આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બાળકને ત્યજી ફરાર થઈ જનાર આ દંપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર ગોડાદરા પોલીસ મથકના પી.આઈ. જે. સી. જાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રસ્તા પરથી જે રીતે નાળ વિટાયેલી હાલતમાં ભૃણ મળી આવ્યું છે. તેને લઈ અમે પણ હાલ અસંમજશમાં છે. ગર્ભમાં રહેલું ભૃણ છે. નાળ વિંટળાયેલી હાલતમાં છે અને રસ્તા પરથી મળી આવ્યું છે. હવે આ ભૃણને માતા પિતાએ ત્યાં રસ્તા ઉપર બહાર આવી ગયું હોય અને તરછોડીને ચાલ્યા ગયા છે કે, અગાઉ બહાર આવ્યું હોય અને પછી આગળ આવી રસ્તા પર ફેંકીને ચાલ્યા ગયા છે કે, કોઈ ઈરાદાપૂર્વક ભૃણને કે, હજી દેવાયું છે. તે તમામ બાબતે હાલ પોલીસ અજાણ છે. આ તમામ બાબતોના સવાલના જવાબ બાળકને ત્યજી દઈ ફરાર થઈ જનાર દંપત્તિ મળી આવેશે. પછી જ જાણી શકાશે. હાલ પોલીસ આ દંપતીની શોધખોળ કરી રહી છે.