ડાંગ: સૌથી વધારે આદિવાસી ધરાવતો ડાંગ જિલ્લો પ્રકૃતિ પ્રવાસન સ્થળ સાથે આગવી ઓળખ ધરાવે છે. પરંતુ તેઓ જ એક ડાંગને ગૌરાન્વિત કરતો કિસ્સો વઘઈના ઠાઠરા આંગણવાડી કેન્દ્ર પર ત્યાના ફરજ બજાવતા આંગણવાડી બહેન દ્વારા શિક્ષણની નવી પહેલ કરતાં જોવા મળી રહ્યા છે.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જીલ્લામાં વઘઇ ખાતે ઠાઠરા આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમની થીમ મુજબ આંગણવાડી કાર્યકર બહેન દ્વારા બાળકોને વિવિધ ઝાડ / છોડની ઓળખની પ્રવૃતિ દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે. આંગણવાડી દ્વારા આ એક નવી પહેલ જોવા મળી રહી છે, જેને લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે.

વિડ્યોમાં જોઈ સકાય છે કે, આંગણવાડી બહેન વિવિધ ફળના ઝાડની ડાળી તોડી લાવીને નાના નાના ભુલાકાઓને ડાળી ઉચકીને પૂછી રહ્યા છે કે, કઈ ડાળી છે. નાના નાના ભુલાકાઓ પણ મસ્ત મજામાં પોતાના અંદાજમાં જવાબ આપતા દેખાઈ રહ્યા છે.