તાપી: શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી દ્વારા હજારો આદિવાસી ખેડૂતો પાસેથી ૯૩,૦૦૦ ટન શેરડી લીધા બાદ તેના નાણાં નહીં ચૂકવતા સામાજીક કાર્યકર રોમેલ સુતરિયાના નેતૃત્વમાં થયેલ આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાનું આંદોલન સમાજશાસ્ત્રના BA ના વિદ્યાર્થીઓના ભણાવવામાં આવશે.
Decision News ને મળેલી મુજબ તાપી જીલ્લામાં આવેલ શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી દ્વારા હજારો આદિવાસી ખેડૂતો પાસેથી 93,000 ટન શેરડી લીધા બાદ તેના નાણાં નહીં ચૂકવતા આદિવાસી ખેડૂતોએ લડતનું સુકાન રોમેલ સુતરિયા ને સોંપ્યું હતું. તાપી થી માંડીને ગાંધીનગર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુધી આક્રમક મિજાજ સાથે લડત ચલાવ્યા બાદ આદિવાસી ખેડૂતો ને તેમના નાણાં પરત કરવા સરકારે સહાય જાહેરાત કરી ખેડૂતો ને ન્યાય આપવા આયોજન કર્યુ હતું.
ખુબ નાની વય એટલે કે માત્ર 25 વર્ષ ની વયે અસંખ્ય આદિવાસી પરિવારો ને ન્યાય મળી રહ્યો તેવા સફળ આંદોલનનું નેતૃત્વ કરનાર, આટલી નાની ઉંમરે આદિવાસી ખેડૂતોના ન્યાય માટે જેલયાત્રા કરનાર રોમેલ સુતરિયા જે સંગઠનના તેઓ અધ્યક્ષ રહેલ છે તેવા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા માટે તો ગર્વ લેવા લાયક ઈતિહાસ છે સાથે જ સમગ્ર આદિવાસી સમાજ તાપી જીલ્લાના ખેડુતો, નાગરિકો , કર્મશીલો , પત્રકારો , વકીલો દરેક એવા મહાનુભાવો જેઓ આ આંદોલનના સહભાગી હતા દરેક માટે આ ગર્વ ની બાબત છે કે ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર ના દ્વિતીય વર્ષના મુખ્ય વિષયના આદિવાસી આંદોલનો, આદિવાસી સમાજની સામાજીક સમસ્યાઓ, આદિવાસી આંદોલનો: આઝાદી પહેલાં અને આઝાદી પછીના પ્રકરણમાં વ્યારાના આદિવાસી આંદોલનની ઈતિહાસમાં નોંધ લેવામાં આવી છે. જેનાથી તાપી જીલ્લો અને જીલ્લાના નાગરિકો ન્યાયપ્રિય તેમજ જાગૃત છે તેવો સંદેશ સમગ્ર ગુજરાતમાં ગયો છે.

