ગુજરાત: સરકાર વાહનોથી થતાં પ્રદૂષણ દુર કરવા સાથે વાહનોની ફિટનેશ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. વધતા જતા અકસ્માતો અને વધતો જતો પ્રદૂષણને ડામવા સરકારનો મોટો નિર્ણય.
Decision News ને મળેલી માહિતી મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા 13 ઓગસ્ટ ૨૦૨૧ના રોજ વાહન સ્ક્રેપિંગ પોલિસી લાગુ કરવામાં આવી હતી. વાહન સ્ક્રેપિંગ પોલિસી અસરકારક અમલવારી માટે રાજ્ય ભરમાં ૨૦૪ જેટલા માર્ચ ૨૦૨૩ સુધી ફિટનેસ સેન્ટરોને સરકાર તૈયાર કરવાની તૈયારી કરી લીધી છે.
સરકારનો મુખ્ય ઉદેશ પ્રદૂષણ ઘટાડવાનો અને પર્યાવરણની જાળવણી કરવાનો છે. જેમાં રોડ અકસ્માતમાં પણ ઘટાડો જોવા મળશે. રાજ્યના દરેક જિલ્લમાં વાહન સ્ક્રેપિંગ ફિટનેસ સેન્ટર બનાવતો દેશનો પ્રથમ રાજ્ય બનશે.