વાંસદા: નવસારીના તાલુકા વિકાસનો ગુબ્બારો ફૂટ્યો.. વાંસદાના તાલુકામાં કુલ 267 આંગણવાડી આવેલ છે જેમાં સરકારની “પોષણ સુધા” યોજના મોંઘવારી વચ્ચે આદિવાસી વિસ્તારમાં માતાઓ અને બાળકોના સ્વાથ્યની ચિંતા કરતી સરકારની “પોષણ સુધા” યોજના હાલમાં આંગણવાડી-વર્કરો માટે શોષણ રૂપ સાબિત થવા પામી છે

Decision News ને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સગર્ભા બહેનો માટે માત્ર 19 રૂપિયા આપવામાં આવે છે વર્તમાન મોંઘવારીના પ્રમાણમાં વાત કરવામાં આવે તો અહીં કરિયાણુ આંગણવાડી વર્કરોએ ઉધાર લેવુ પડી રહ્યું છે મોંઘવારી વચ્ચે સગર્ભા બહેનોને એક ટંકનો આહાર પૂરો પાડવો મુશ્કેલ બન્યું છે પ્રતિદિન કુલ 1,326 સગર્ભા બહેનો ભોજન લઇ રહી છે જ્યારે, અહીં સગર્ભા બહેન આવી શકે એમ હોઇએ ત્યારે આંગણવાડી માંથી ટીફીનનું બોક્સ અમેં ઘરે પહોંચાડી રહી છે. વાંસદાના 95 ગામોમાં બે ઘટકમાં કુલ 277 આંગણવાડી કેન્દ્રો આવેલ છે જેમાં સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આ યોજના મહત્વ પૂર્ણ સાબિત થઇ રહી છે ત્યારે અંતરિયાળ ગામોમાં આ યોજનાને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. પરંતુ આંગણવાડીની રૂબરૂ મુલાકાત લેવામાં આવે ત્યારે માલૂમ પડે કે બપોરના એક ટંકનું ભોજન પૂરું પાડવું આંગણવાડી વર્કરો માટે અશક્ય બનવા પામ્યું છે.

વાંસદાના આઈ.સી.ડી.એસ.પાસેથી પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ 95 ગામોના બે ઘટકોમાં આવેલ કુલ 277 આંગણવાડી છે જેમાં કુલ 1,326 સગર્ભા બહેનો પાછળ પ્રતિદિન કુલ 35,802 રૂપિયાનો ખર્ચ થતો હોય છે ત્યારે આજની મોંઘવારીમાં બજાર ભાવ જોતા રૂા.19 મા થાળી કેવી રીતે ખવડાવી શકાય ? સરકાર તરફથી આપવામાં આવેલ મેનું પ્રમાણે થાળી બનાવવા માટે અંદાજીત 150 રૂા.નો ખર્ચ થતો હોય તો 19 માં કેવી રીતે પોષાય ? ગેસના બાટલા ભાવ જ 1000 હોય એમાં સગર્ભા બહેનો માટે રૂા 19, મશ્કરી સમાન છે 277 આંગણવાડી કેંદ્રમાં ચાલુ કરવામાં આવેલ સગર્ભા માતાઓને રોજ એક વખત સંપૂર્ણ ભોજન મળી રહે તે માટે પાયલોટ પ્રોજેકટ તરીકે પોષણ સુધા યોજના અમલમાં મૂકવામાં આવી છે તે યોજનામાં હાલની મોંઘવારીનાં પ્રમાણમાં જે રૂા.19 રૂા.ની થાળી જેને માત્રા જોતા લાગે છે કે સંપૂર્ણ ભોજન એટલે કે દાળ, ભાત, શાક, રોટલી મળી શકે તેમ નથી તેમ છતાં આંગણવાડી કેન્દ્રોની બહેનો માતા જશોદાની ભૂમિકા ખુબજ સરળ રીતે બજાવીને સગર્ભા બહેનોને કેન્દ્રો પર રોજ એક ટંકનો સંપૂર્ણ ભોજન પોતાના ખર્ચે પૂરું પાડી રહી છે.

આ યોજનામાં લાભાર્થી સગર્ભા માતાના આહાર માટે 19 રૂપિયા જ ફાળવામાં આવે છે. વર્તમાન મોંઘવારી ના પ્રમાણમાં નજીવી રકમના કારણે આંગણવાડી વર્કરોની આર્થિક સ્થિતિ કફોડી બની જવા પામી છે આંગણવાડી વર્કરોને છેલ્લા ત્રણ મહીનાથી વધુનો સમય વિત્યો તેમ છતાં પોષણ સુધા યોજનાની ગ્રાન્ટ નહિ ચુકવતા સગર્ભા માતાઓ અને બાળકોના સ્વાથ્યની ચિંતા કરતા આંગણવાડી વર્કરો બહેનોને રોજ એક ટંકનો સંપૂર્ણ ભોજન પોતાના ખર્ચે પૂરું પાડી રહી છે આંગણવાડી વર્કરો શાકભાજી સહીત કરિયાણું ઉધાર લેવું પડી રહ્યું છે મોંઘવારી વચ્ચે સગર્ભા બહેનોને એક ટંકનો આહાર પૂરો પાડવો મુશ્કેલ બન્યું છે ગર્ભમાં બહેનો માટે અઠવાડિ યામાં 6 દિવસ પોષણ યુક્ત આહાર પૂરો પાડવવો આદિવાસી પટ્ટામાં પડકાર જનક સાબિત થઇ રહ્યો છે જેમાં દર રોજના 27/રુપિયા) માં ખાદ્ય ભોજનની ડિશ તૈયાર કરવાનું હોય છે પરંતુ મોંઘવારીના સમયે તે શક્ય નથી, આટલી મામૂલી રકમ માંથી પોષણક્ષમ આહાર આપવો અશક્ય છે, મહિલા દિઠ એક દિવસ માટે માત્ર રુપિયા 19/- રુપિયા) ચૂકવાતા હોવાથી પોષણક્ષમ આહાર પુરો પાડવાનું અશક્ય છે ત્યારે આ વધારાની કામગીરી કરવી આંગણવાડી વર્કરો માટે મુશ્કેલ બની છે.