વાંસદા: લીમઝર પ્રાથમિક શાળામાં તા.૬ ફેબ્રુઆરીના રોજ 116 મો શાળા સ્થાપના દિનની નિ.જજ સાહેબ શ્રી દીપકભાઈ ગરાસિયાની અધ્યક્ષતામાં અને અધિક્ષક ઇજનેર સિંચાઇ વિભાગ, ઉકાઈના શ્રી સંદિપભાઈ મહાકાળના પ્રમુખપણા હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સમારંભના મુખ્ય મહેમાનોમાં કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, વલસાડના શ્રી એન,એન.પટેલ, સાઈક્રાટિષ્ટ વિભાગ,સીવીલ હો. વલસાડના ડો.કિરણભાઈ એન.પટેલ અને ડેપ્યુટી ડાયરેકટર ફિશરીશ વિભાગ, સુરતના બિંદુબેન આર.પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષમાં જિ.પં.સભ્ય શ્રીમતિ ચંપાબેન આર.કુંવર તથા તા.પં.સભ્ય શ્રી હસમુખભાઈ એન.પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગામના સરપંચશ્રી શ્રીમતિ નુતનબેન પટેલ દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત, શાળાના આચાર્યશ્રી પરિમિત પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન અને ત્યારબાદ શાળાના સૌથી વ્યોવૃદ્ધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી નગીનભાઈ પટેલ અને છગનભાઈ ખોટરીયા દ્વારા શાળાનો 116 મો સ્થાપના દિન નિમિતે કેક કાપી ઉજવણી કારવામાં આવી હતી.
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી છોટુભાઈ વી પટેલ દ્વારા શાળાના સ્થાપનાના ઇતિહાસ વિશે સૌને વાત કરી હતી ત્યારબાદ ગામના તમામ માજી સરપંચશ્રીઓ, નિવૃત કર્મચારી, કાર્યરત કર્મચારી અને ગામના નવયુવાન 11 ડોકટરશ્રીઓને શાલ તથા શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. વાર્તાલેખનમાં રાજય લેવલમાં ભાગ લેનાર ધ્રુતિ પાડવી અને વાર્તા કથનમાં તાલુકામાં તૃતીય સ્થાન લેનાર ભારવી પટેલનું મહેમાનશ્રી દ્વ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી એન.એન.પટેલ દ્વારા બાળકોને શિક્ષણનું મહત્વ અને એમના બાળપણના દિવસોની યાદ કરી તમામ બાળકોને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.
શાળાના બાળકો દ્વારા આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં 29 જેટલી કૃતિ પ્રસ્તુત કરી મહેમાનો તથા ગામના વાલીઓ મનોરંજન પીરસ્યું હતું. શાળાના શિક્ષકોની કામગીરીને શ્રી એન.એન.પટેલ સાહેબ દ્વારા તમામ શિક્ષકોનું સન્માન કરાયું હતું. શિક્ષક સંઘ વાંસદાના પ્રમુખ દ્વારા પણ તમામ શિક્ષકોનું સન્માન કરાયું હતું અને સુરેશભાઈ ડી.પટેલ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

