ચીખલી: આજરોજ ચીખલી (Chikhli) નેશનલ હાઈવે નંબાર 48 ઉપર થાલા ગામની હદમાં આવેલ પરમ પેટ્રોલ પંપ ઉપર ચાર દિવસ અગાઉ ગેસ ભરાવતી વેળા કર્મચારીએ કારમાંથી નીચે ઉતારવાનું કહેતા આર્ટિગા કારમાં સવાર ચાર યુવાનો પેટ્રોલ પંપના કર્મચારી ઉપર પાઈપ વડે તૂટી પડયા હતા. જેમાં ગેસ ફીલરને માથામાં ઈજા પહોંચી હતી. તેમણે અજાણ્યા યુવાનો સામે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા, ચીખલી પોલીસ મારમારનાર ચારેયને પુનાથી પકડી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચીખલી થાલા ગામે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ પરમ પેટ્રોલ પંપ ઉપર ચાર દિવસ અગાઉ સવારના 5:30 વાગ્યાના અરસામાં એક અર્ટિગા ગાડી નંબર એમએચ 14 સીઈ 0767 નંબરની ગાડી આવી હતી અને પેટ્રોલ પંપ ઉપર હાજર કર્મચારીને સીએનજી પુરવા માટે જણાવ્યું હતું ત્યારે ગાડીમાં સવાર ચાર યુવાનો જેમાં જુબેર સિકંદર હલવાઈ, મોહમદ હુસેન નાસીર ખાન, અયાન વાહીદખાન મહારાષ્ટ્ર આ તમામ યુવાનો અજમેર થી ફરીને પરત પુના જઈ રહ્યા હતા ત્યારે આ યુવાનોએ ગાડીમાંથી ઉતરવાની કર્મચારીને ના પાડી ફિલર સાથે માથાકૂટ કરી બોલાચાલી કરી હતી. ફીલરને લાતો મારી માથામાં પ્લાસ્ટિક ના પાઈપ વડે ફટકો મારી લોહી લુહાણ કરી ભાગી ગયા હતા.આ અંગે ઈજાગ્રસ્ત પરમ પેટ્રોલ પંપના કર્મચારીએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસે પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવી ના ફૂટેજ મેળવી તે આધારે તપાસ કરતા આ ચારેય ઈસમો મહારાષ્ટ્રના પુનાના હોવાનું જણાતા ચીખલી પોલીસ આ ચારેય આરોપી ને પુના થી પકડી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ની વધુ તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે.ચૌધરીએ હાથ ધરી છે.

પેટ્રોલ પંપના કર્મચારીને કારમાં સવાર ચાર ઈસમો મારમારી ભાગી ગયા હતા એ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જોકે આજ સીસીટીવી ફુટેજ ના આધારે પોલીસ ને આ હુમલા ખોરોને પકડવામાં સફળતા મળી હતી.