ધરમપુર: આજરોજ 7 ફેબ્રઆરી 2023ના રોજ SVNIT કોલેજ સુરત દ્વારા “ઉન્નત ભારત અભિયાન” હેઠળ ઓનલાઇન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં IIT ગાંધીનગર, પારુલ યુનિવર્સિટી સહિત અલગ અલગ યુનિવર્સિટીના પ્રોફેસર જોડાયા હતા.

આ કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરીકે “લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા (ધરમપુર)ના” સ્થાપક નિલમભાઈ જોડાયા હતા. જેમાં નિલમભાઈ દ્વારા સંસ્થાની સ્થાપના થી લઈ અત્યાર સુધીની સફળ, પડકારો અને સંસ્થાની વિવિધ કામગીરી અને ગ્રામિણ વિકાસમાં લોકોના આર્થિક ભારણ ઓછું કરે એવી સંપોષિત ટેકનોલોજી વિકસાવવામાં આવે તો ગ્રામિણ સ્તરે વિકાસની જે ગાંધીની પરિકલ્પના છે સાર્થક થઇ શકે એમ મારું માનવું છે એમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 25 એપ્રિલ 2022 ઉન્નત ભારત અભિયાન 2.0 (ઉન્નત ભારત અભિયાન-UBA 2.0) એ ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2018 માં UBA 2.0 એ ગ્રામીણ વિકાસ પ્રક્રિયાઓમાં આમૂલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન (ઉન્નત ભારત અભિયાન) ઔપચારિક રીતે વર્ષ 2014 માં શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) ને પાંચ ગામોના સમૂહ સાથે જોડવાનો હેતુ ધરાવે છે, જેથી આ સંસ્થાઓ તેમના જ્ઞાનના આધારે આ ગ્રામીણ સમુદાયોની આર્થિક અને સામાજિક સુધારણામાં યોગદાન આપી શકે. તેમાં ગામડાઓના સર્વાંગી વિકાસ માટે બે મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે – માનવ વિકાસ અને ભૌતિક (આર્થિક) વિકાસ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હી (IIT, દિલ્હી) ને UBA યોજના માટે રાષ્ટ્રીય સંકલન સંસ્થા (NCI) તરીકે નિયુક્ત કરવામાં આવી છે.