મોટાપોંઢા: આજરોજ વલસાડ જીલ્લાની શ્રી મુમ્બાદેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કોલેજ મોટાપોંઢામાં HIV/એઈડ્સ , ટી. બી. તથા બ્લડ ડોનેશન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્રો વિષે ચર્ચાસભાનું આયોજન થયું હતું.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે શ્રી મુમ્બાદેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કોલેજ મોટાપોંઢામાં HIV/AIDS, ટી. બી તથા સ્વૈચ્છિક રક્તદાન કાર્યક્રમ વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ – વાપીના પ્રોજેક્ટ મેનેજર પ્રેમીલાબેન વસાવા તથા રમેશભાઈ ચૌધરી, મોટાપોંઢા કોલેજના ચર્ચાસભાના અધ્યક્ષ ડૉ. આશા ગોહિલ, સહઅધ્યક્ષ પ્રા. વનિતાબેન દેસાઈ દ્વારા ઈનચાર્જ આચાર્ય ડૉ. એસ. યુ. પટેલના માર્ગદર્શન હેઠળ આ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રા. એન. એન. પરમાર ઉપસ્થિતિ રહ્યા હતા.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્રોનુ નિરાકરણ કરવામાં આવ્યું. સ્વસ્થ રહો, નિરોગી રહો, સમાજ વધુ ને વધુ સ્વસ્થ રહે એ દિશામાં આ કાર્યક્રમ ખૂબ જરૂરી પૂરવાર થયો. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની રામેશ્વરીએ કયુઁ. કાર્યક્રમના અંતમાં આભારવિધિ ડૉ. આશા ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.











