રાષ્ટ્રીય: 26 નવેમ્બર 2022માં ન્યૂયોર્ક થી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બધાને સરમમાં મૂકીદે તેવી અતિ નિંદનીય ઘટના બની, જેમાં એક મુસાફરે એક વૃદ્ધ મહિલા પર નશામાં પેશાબ કરવાની ઘટના બહાર આવતા જ ચકચાર મચી જવા પામી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ 26 નવેમ્બર 2022 ન્યૂયોર્ક થી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પર શંકર મિશ્રા નામના યાત્રીએ નશામાં ધૂત પેશાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આ ઘટનાની માહિતી આપતાં મામલો ગરમાયો હતો. શંકર મિશ્રા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

વિદેશ પ્રવાસ દરમિયાન ફ્લાઈટમાં પેશાબ કાંડ જેવી ઘટનાઓ પછી પણ ફ્લાઈટમાં દારૂ અંગેની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે સ્પષ્ટ કર્યું છે કે, તે વિમાનમાં આલ્કોહોલને લઈને તેની નીતિમાં કોઈ ફેરફાર કરવા જઈ રહ્યું નથી.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે સોમવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, પેશાબ કૌભાંડને લઈને એરલાઈન્સ અને નાગરિક ઉડ્ડયન દ્વારા રચાયેલી આંતરિક સમિતિ અને અન્ય બાબતો જરૂરીયાત મૂજબ એર ટ્રાન્સપોર્ટના સેક્શન-3 મુજબ, ગયા વર્ષે કુલ 63 મુસાફરોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા.