ચીખલી: વાહનમાં CNG ભરતી સમયે ક્યારે બ્લાસ્ટની ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે CNG પંપ પર જ્યારે વાહનમાં CNG ભરવામાં આવે છે ત્યારે વાહનમાં સવાર તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવતા હોય છે. પરંતુ, નવસારીના ચીખલીમાં આવેલા CNG પંપ પર એક કારમાં સવાર લોકોને નીચે ઉતારવાનું કહ્યું તો લોકોએ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે પંપના કર્મચારીને ઢોર માર માર્યો હતો. પંપ પર થયેલી મારામારીની આ ઘટના સીસી ટીવીમાં કેદ થઈ હતી.
ભોગ બનનાર કર્મચારી દ્વારા આ મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. સામન્ય બાબતને મોટું સ્વરૂપ આપી દીધું CNG વાહન ચલાવનારને ખબર જ હોય છે કે CNG ભરાવતી સમયે વાહનમાંથી બહાર નીકળી જવાનું હોય છે. પરંતુ, ચીખલી તાલુકામાં આવેલા CNG પંપ પર શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્ર પર્સિંગની એક અર્ટીગા કાર CNG ભરાવવા માટે આવી હતી. જેમાં ચાર લોકો સવાર હોય પંપના કર્મચારી વિકી પટેલે તમામને નીચે ઉતરી જવા માટે વિનંતી કરી હતી. પરંતુ, કારમાં ઊંઘી રહેલા યુવકો એકાએક ગુસ્સે થઈ ગયા હતા અને કર્મચારી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. ત્યારબાદ કારમાંથી નીચે ઉતરી પ્લાસ્ટીની લાકડીઓ લઈ વિકી પટેલ પર તૂટી પડ્યા હતા. મારામારીની ઘટના CCTV માં કેદ CNG પંપના કર્મચારી સાથે થયેલી મારામારીની સમગ્ર ઘટના પંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, ચાર લોકો પોતાના હાથમાં પ્લાસ્ટીકની લાકડીઓ લઈ કર્મચારીને જમીન પર પછાડીને માર મારી રહ્યા છે.
લુખ્ખાઓના આંતકથીત હતપ્રત બનેલો કર્મચારી આમતેમ જીવ બચાવવા ભાગતો ફરતો જોવા મળી રહ્યો છે. આ મામલે કર્મચારી દ્વારા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.