નસવાડી: આજરોજ નસવાડી તાલુકાના નિશાના ગામમાં અગમ્ય કારણોસર બે ભાઈઓના મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં મકાનમાં રહેલા ઘર વખરીનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હોવાની જાણકારી મળી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નસવાડી તાલુકાના નિશાના ગામમાં અગમ્ય કારણોસર બે ભાઈઓના મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી જેમાં મકાનમાં રહેલા ઘર વખરીનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો. પરંતુ સમગ્ર નસવાડી તાલુકામાં એક પણ ફાઈર ફાઇટર ના હોવાથી મકાનને બચાવી ના શકાયું

આ વિકરાળ આગ કયા કારણોસર આગ લાગી હતી હાલમાં પણ આગનું કારણ અકબંધ છે. જો નસવાડી તાલુકામાં એક પણ ફાઈર ફાઇટર હોત તો મકાન નહિ તો ઘરવખરી બચાવી શકાયું હોત..સરકાર નસવાડી તાલુકામાં આવી ઘટનાઓને પહોંચી વળવા માટે ફાઈર ફાઇટર ફાળવે તે જરૂરી બન્યું છે.