ચીખલી: તાલુકાના મોટાભાગના ગામોમાં હાટ બજારો ચાલી રહ્યા છે ત્યારે ઘણા સમયથી હાટ બજારનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે રાનવેરીકલ્લા ગામના સરપંચ શ્રી.નીરવભાઈ બી પટેલ, ડેપ્યુટી સરપંચ નીતાબેન એન પટેલ અને ગામ પંચાયતના સભ્યો અને આગેવાનોની અધ્યક્ષતામાં સિકોતર માતાને ફૂલ હાર અને દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ વર્તમાન સમયમાં મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે શહેરોની દુકાનોમાં ચીજવસ્તુના ભાવો આસમાને ચાલીરહ્યા છે. ત્યારે ગામડે ચાલતા દરેક હાટ બજારોના ભાવ ગામના મજૂરવર્ગને પણ પરવડી રહે એવા હોય છે. ત્યારે રાનવેરીકલ્લા ગામના સરપંચશ્રી અને ગામના કમિટી મેમ્બરના વિચારણા બાદ રાનવેરીકલ્લા ગામના અને આજુબાજુ ગામના લોકોને શાકભાજી અને ઘરવપરાશની ચીજ વસ્તુઓ, ઘરની તાજી શાકભાજીઓ સરળતાથી મળી રહે એ હેતુથી સારું એવું આયોજન કરી આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

આ રાનવેરીકલ્લા ગામે હાટ બજારનું આયોજન કરી અને શુભ શરૂવાત થઈ ચૂકી છે ત્યારે રાનવેરીકલ્લા અને આજુબાજુના ગામના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.