છોટાઉદેપુર: કવાંટ આદિવાસી વિસ્તારમાં આવેલા ભેખડીયાના ગ્રામજનોની એકતા, દ્રઢ નિશ્ચય અને મહેનત રંગ લાવી છે. છોટાઉદેપુર જિલ્લાના ભેખડીયા ગામના ગ્રામજનોએ પાણી ની સમસ્યા નિવારવા જાતે જ બનાવ્યા હતા 21 ચેક ડેમ. જેમાં ચોમાસાનું પાણી ભરાયુ અને ગામના જળ સ્તર ઊંચા આવ્યા, ગ્રામજનોની ખુશી નો પાર નથી.
Decision News ને મળેલી માહિતી મુજબ કવાંટ તાલુકામાં ચાર વર્ષ અગાઉ પાણીની ગંભીર સમસ્યા વર્તાય હતી. ભૂગર્ભ જળ એટલી હદે નીચા જતા રહયક હતા કે મોટાભાગના કુંવા , હેન્ડ પમ્પ, બોર સૂકાઈ ગયા હતા . પીવાના બે બેડા પાણી માટે પણ મહિલાઓને રઝળપાટ કરતી હતી,. પાણી ની આ ગંભીર સમસ્યા ને પહોંચી વળવા ભેખડીયા ગામના લોકો એ જળ સંકટ ટાળવા જળ સંચય કરવાનો મહત્વ નો નિર્ણય લીધો. ચોમાસામાં વહી જતાં પાણી ને ગામમાં રોકવા ગામની મહિલા, પુરુષો, બાળકો અને વૃદ્ધો તમામે એકસાથે મળી જાતે જ શ્રમ દાન કરી એક બે નહિ પરંતુ 21 ચેક ડેમો બનાવી નાંખ્યા. ગ્રામજનો ની એકતા અને પાણી બચાવવા ના સંકલ્પને જોઈ એક સ્વૈચ્છિક સંસ્થા પણ મદદે આવી આર્થિક સહાય પૂરી પાડી. ચોમાસાની શરૂઆત બાદ હવે ભેખડીયાના આ ચેકડેમોના કારણે ગામમાં પાણીમાં જળ સ્તર છલકાઈ રહ્યા છે જે જોઈ ગ્રામજનોના ચહેરા ઉપરથી સ્મિત વેરાઈ રહ્યું છે.
ગામની લીલીછમ ધરતી પણ જોવા મળે છે.. તળાવ અને ચેકડેમથી જાણે કે ગ્રામજનોનું અભિવાદન કરતી હોય તેમ લાગે છે. ભેખડીયા ના ગ્રામજનોનો શ્રુષ્ટિ બચાવવાનો સંકલ્પ આટલે થી નથી અટક્યો , હવે ગ્રામજનોએ અન્ય ગામના લોકોને પણ આવા ચેક ડેમ બનાવવા માટે અપીલ કરી છે। .આ પાણીના સંગ્રહ થી હવે સિંચાય માટે ,પીવાના ,પાણી માટે અને જાનવરો માટે પાણી ઉપયોગમાં આવશે ..ભેખડીયા ગામમાં સમાજ સુધારનું પણ કામ ચાલી રહ્યું છે…ગામમાં આવેલ તમામ દુકાનો પાન પડીકી, ગુટખા, સિગરેટ અને ગામમાં દારૂ પર પ્રતિ બંધ છે…ગામમાં ઠેર ઠેર વ્યસન મુક્તિના બોર્ડ જોવા મળે છે.